Maheshivaay
۵ ماه قبل
ધમ્મ નર્મદા ધ્યાન કેન્દ્ર, ઉછેડિયા નર્મદા ભરૂચ, ધ્યાનને સમજવા સાધના કરવા અને આ પ્રશિક્ષણ વિધિ પ્રાપ્ત કરવાનો એક આદર્શ સ્થળ એટલે ધમ્મ નર્મદા વિપશ્યના સેન્ટર, વિપશ્યના મેડિટેશન સેન્ટર એક શાંત અને અનુશાસિત સ્થળ છે, જ્યાં લોકોને વિપશ્યના ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ પ્રાચીન ભારતીય પરંપરაზე આધારિત છે અને મનને શાંત, શુદ્ધ તથા એકાગ્ર બનાવવામાં મદદ કરે છે. અહીં સામાન્ય રીતે ૧૦ દિવસનું નિઃશુલ્ક ધ્યાન શિબિર યોજાય છે, જેમાં મૌન પાલન, નિયમિત દિનચર્યા અને સરળ જીવનશૈલી અપનાવવામાં આવે છે. વિપશ્યનાનો અનુભવ વ્યક્તિને આત્મમંથન, માનસિક સંતુલન અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. અસ્તવ્યસ્ત જીવનને સરળ બનાવવા માટેની વિધિ જ્ઞાન અને પ્રશિક્ષણ મેળવવાનુ કેન્દ્રસ્થાન એટલે ધ્યાન કેન્દ્ર, ધ્યાન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે આનાપાન અને વિપશ્યના ધ્યાન ભગવાન બુદ્ધ દ્વારા પ્રસ્થાપિત અને શ્રી સત્યનારાયણ ગોયંકાજી દ્વારા સંચાલિત ધ્યાન વિધિ માટેનું સ્થાન, તમારો સ્વભાવ ગમે તેટલો ચિડચિડિયો કેમ ના હોય તમે વિપશ્યના સાધના દ્વારા સુવ્યવસ્થિત કરી શકશો... જીવનનું કલ્યાણ કરવાના હેતુ તમામ દુઃખથી પર થવાનો પ્રશિક્ષણ કેન્દ્ર, અનેક વાર અહીં આવવા જેવું સ્થાન, અને દસ દિવસ રહેવું જરૂરી છે મોબાઇલ સંપૂર્ણ બંધ કરી જમા કરવામાં આવે છે, સંપૂર્ણ મૌન નું પાલન કરવાનું હોય છે